પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૫૭
 


એ જ ક્ષણે એક ભાડૂતી મોટરગાડી ત્યાં નીકળે છે. થોડેક જઈને એ ગાડી ઊભી રહે છે. અંદરથી ડોકું કાઢીને ડ્રાઈવર મને તદ્દન ધીરે અવાજે પૂછે છે: 'ક્યાં જવું છે?'

કહ્યું, 'ધોબી ગલીમાં. '

'બેસી જાવ ગાડીમાં. '

'કેમ ?'

'ખબર નથી? અહીં તો હુલ્લડ ચાલે છે. આ તો હુલ્લડનો અડ્ડો છે. આ બેઠા છે તેને જોતા નથી? હમણાં તમારું કામ કાઢી નાખશે.'

મને સાંભરે છે કે પેલું ટોળું સળવળતું હતું. એ સળવળાટ તુરત શમી ગયો.

અજાણયો ડ્રાઈવર, મને એકદમ ગાડીની અંદર લઈ ધોબી ગલીમાં ઉતારી ગયો. ત્યાં પણ વેરાન દશા હતી. નીચેના દરવાજા બંધ. ઉપર જોયું. ઊભા હતા મારા પિતરાઈ ભાઈ, મુંબઈના લોકસેવક ડૉકટર મેઘાણી અને ચાર ખેતાણી ભાઈઓ (જેઓ તે કાળે સ્નેહીઓ હતા, આજે નિકટના આપ્તજનો બન્યા છે).

મોટરવાળાને એક રૂપિયો આપતાં આપતાં પૂછ્યું:

'કેવા છો ?'

‘મુસલમાન.'

+

એ તો ગયો. માળો ઉઘાડી મિત્રોએ મને ઉપર લીધો, પછી પૂછ્યું: ‘જાણતા નથી ? હુલ્લડ ચાલે છે ! '