પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૫૯
 

' પણ બંધ રાખ્યું જ હશે એ તો.'

'મારે મંત્રીને પૂછી આવવું જોઈએ.'

' ક્યાં ?'

' ગ્રાંટરોડ પાસે પારસી કોલોનીમાં.'

' શી રીતે જવાશે ?'

મેં કહ્યું કે, “જવાશે. મારા ગજવામાં આ છે.” એમ કહીને મેં મારી પરવાનાવાળી રિવોલ્વર કાઢીને તે મારા યજમાનોને દેખાડી. તુરત સૌના મેં પર એક ચમક ચડી ગઈ અને ખેતાણી મણિભાઈ મારી સાથે ચાલી નીકળ્યા.

+

‘નહિ નહિ, વ્યાખ્યાન તો આજે સાંજે આપવાનું જ છે ' મંત્રીનો એ જવાબ મળ્યો મને એ જવાબ ગમ્યો હતો, ખોપરીમાં એક ખુમારી ભરી હતી. જતાં ને વળતાં, પગે ચાલતાં જે સાંકડી ગલીઓ વટાવતા હતા ત્યાં ત્યાં મારો હાથ છાતીના ડાબા પડખા પર કબજાના અંદર ભાગની જેબ પર જતો હતો. કેટલો, રોમાંચક એ સ્પર્શ હતો ! ગિરનાં પરિભ્રમણમાં મારી સાથે ઘુમેલી નાનકડી રિવોલ્વરનો એ સ્પર્શ દેહમાં નખશિખ નવલું સ્પંદન જગાવતો હતો. આજે સમજુ છું, કે હું હુલ્ડલખોર ટોળાની વચ્ચે ઘેરાઈ ગયે આ રિવોલ્વર એના માલિકનો જાન બચાવી તે ભાગ્યે જ શકી હોત, છતાં એને હાથમાં લઈને ઘોડો ચાંપતો ચાંપતો છ ગોળીબાર કરી લીધા પછી પટકાવાની એક મોજ પડી હોત, અથવા કદાચ એક દગલબાજ