પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
છેલ્લું પ્રયાણ
 


'હે બગલી તું ચણાની દાળ ચણ—-

હું-[ચણાના પોપટાને કદાચ પોપૈયો કહેવાયો હોય, એ સાંભળેલ છે?] ચણાનો પોપટો (લીલા ચણાનું ફળ). ખાઉં અને તું મગની દાળ ખા !

(૫) પા. ૬૯૫

 ' છોકરાવ રે !
હો રે
વોરો આવ્યો.

વગેરે છે તેવું જ બાળકીઓ સઘળા ય ગુજરાતમાં ગાતી તે મને યાદ આવે છે. તમે તે ન જાણો એ બનવા જેવું નથી જ, છતાં હું લખું છું .

ઓ લાછા કુંવર !
ઓ લાછા કુંવર-
તમે કેટલાક ભાઈ કુંવારા રાજ-
અચકો મચકો કારેલી!

આ લીટીઓ બોલતાં પહેલાં બાળાઓ હાથની સાંકળ એકબીજાને ગળે અથવા તો કમર ભેરવી સીધી લીટીમાં (કતારમાં) બે સામસામી હારમાં ઊભી રહે છે. પછી ગાવાનું શરૂ કરી એવાં પગલાં ઉપાડે કે “અચકો મચકો" લીટી આવે ત્યારે સામી હારની છેક પાસે જઈ પહોંચે એ પ્રમાણે બોલી રહે અને પોતે પાછે પગે મૂળ જગાએ આવે. એટલામાં તો સામી હાર ગીત ઉપાડીને ઉત્તર આપે –

' અમે આટલા ભાઈ કુંવારા રાજ-
અચકો મચકો કારેલી― '