પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૬૭
 

(૬) પા.૬૯૬

વાવડીનું પૈયું,
રામ રામ કૈયું.

. એવી જ જાતની જીભને સ્પષ્ટ બોલવા માટે ઉપયોગની શબ્દતરકીબેમાંની એક બે યાદ આવે છે તે સૂચવું છું:–

કોકડી પર બોકડી ચઢી.
ઉતર બોકડી કોકડી ખઉં.
કોકડી પર...…...

આ લીટીઓ ખૂબ ઝપાટાભેર બોલવાની હોય છે અને બોલનારાઓમાંથી ભૂલ ન કરે એવા તે ભાગ્યે જ નીકળે ! ભૂલના અંતમાં હાસ્યરસ કેવો નિર્દોષ છે!

કારણ કે ભૂલ કરનાર છેવટે “બોકડી ખાવાનો ! 'કોકડી પર બોકડી ચઢી, ઉતર કોકડી બોકડી ખાઉં!” એમ બોલી જવાય. એવી ભૂલ થાય એટલે આખુ'ય ટોળું હસી પડે ! અને બોકડી ખાનાર બંધ રહે અને બીજે શરૂ કરે! તેવું જ એક બીજું—-

કાચો પાપડ-
પાકો પાપડ.

ઉતાવળે બોલવાથી કેવી ફજેતી થાય છે તે જેવી હોય તો જાતે પ્રયત્ન કરી જોવો !

(૭) પા. ૨૯૬ થી—

'આવરે વરસાદ' વિગેરે છે. તેમાં નીચેનું પણ તમને યાદ છે હશે. છતાં સૂચવું છું: