પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
છેલ્લું પ્રયાણ
 

ચાંદા મામા પોળી,
ઘીમાં ઝબોળી,
સૌ છોકરાંને કકડી પોળી,
ભાઈને આખી પોળી,
હ.....પ્પા

આમાં પણ તમે જાણતા હશો કે નાના બાળકને ચાંદનીમાં બેસાડી (કે ચાંદની વખતે ખેાળામાં બેસાડી) નાની હથેળીને પહોળી કરી મા કે બાપ તેમાં આંગળી વડે ગોળ્ ગોળ કુંડાળાં કરે છે (જેથી ગલી થાય છે) અને છેવટે હ... પ્પા” બેલતી વખતે તેની નાની હથેળી તેના મોઢા તરફ લઈ જઈ ખાલી ખાલી ખાવાનો અભિનય કરે છે. ( કદાચ બાળકને ખાવાનું શીખવવા માટે એ રમત કામની હશે?)

(૮) તેવી જ એક બીજી રમત:

કોની ગાય?— બાળકની આંગળીના વેઢા ઉપર આગળીનો આગલો ભાગ મૂકી જો ભાઈ (કે બહેન), આ તારી ગાય, આ તારા બાપાની ગાય.” એમ ગણાવતાં ગણાવતાં ચારે આંગળીઓ પૂરી થાય એટલે પછી 'એ ગાયોનો ગોવાળ કયાં ગયો? ક્યાં ગયો?’ એમ બોલી ઝડપથી હાથની આંગળીઓને બાળકના ખુલ્લા હાથ ઉપર ખૂબ ધીમેથી સ્પર્શ કરીને જલદી જલદી આગળ લઈ જાય અને છેવટે બગલમાં લઈ જાય ત્યારે બાળક ખૂબ જોરથી હસી પડે. ગલી થવાને લીધે–એમાં ગલીનો sensation છેક હથેળીમાંથી શરૂ થતો હોય છે અને હાથ ઉપર ધીમે ધીમે