પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૭૧
 


અંગ્રેજી ભાષાના ઉચ્ચારોની સ્વચ્છંદતાની ગમ ક્યાંથી હોય? અને શા માટે હોય? કોણ શંકા કરે કે એનો તો સામાન્ય 'કૉલ્ડ' ઉચ્ચાર છે

આજે તા. ૧૨મી માર્ચને દિને આવેલ 'સૌરાષ્ટ્ર'માં ચોથો હપ્તો જોયો તેમાં પા. ૮પપ ઉપર ' સૂરજ ઊગ્યો ' એ સુંદર ગીત છે; એનો એક બીજો પાઠ મને યાદ છે તે જણાવું છું---

સૂરજ ઊગ્યો રે
આંબા કેરી ડાળે
કે વા'ણે આભલાં વાયાં છે!

'વેણલાં ભલે વાયાં રે” એ ચરણનો અર્થ હું બેસાડી શક્યો નથી. તમે જણાવશો ? એનો પાઠ પણ છે: 'વાણેલાં ભલે વાયાં રે'.

આ પાઠનો અર્થ સરળ અને સાહજિક છે. બીજો પાઠઃ 'વાણલાં ભલે વાયાં રે ! વા'ણે આભલાં વાયાં રે!...' વહાણામાં (પ્રભાતે) આભમાં (વાદળાં) વાયાં રે!–પ્રસવ થયો.

મને આમાં કલ્પના વધારે ઉચ્ચ લાગે છે ! તમને ફક્ત માહિતી માટે એની ખબર કરું છું.

(લગ્ન) સહભોજનનાં સુંદર ગીતો સૂરતમાંથી મળશે એમ મને લાગે છે

આટલો લાંબો કાગળ પૂરો કરું છું. મને ટૂંકામાં લખવાનો અભ્યાસ નથી પણ ધીમે ધીમે શીખવાનો વિચાર છે.

આ સૂચનાઓમાંની ઘણી ખરી તો 'નંદકિશોર' ના ગીતની પેઠે કેવળ પિષ્ટપેષણ જ હશે! છતાં મોકલાવી છે.