પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૭૩
 


તમાશબીન સ્તો !

'ર૯ની સાલનો એપ્રિલ મહિનોં હતો. મુરખા બનવા બનાવવાનું પરદેશી પર્વ હતું. કાઠિયાવાડ રાજકીય પરિષદની બેઠક મોરબીમાં મળતી હતી. પંગૂ માનવીઓના આ વાર્ષિક મેળામાં વારે વારે ઉરવરાળો નીકળતી. એક રાજ્યમાં બીજા રાજ્યોની કોઠી ધોવાઈ કાદવ કાઢવામાં આવતા. કોઈ રાજ્ય આ મેળો ભરવા દેતું નહોતું. એથી મહાત્માજીએ પરિષદને મોઢે કેટલીક મર્યાદાઓ મુકાવી હતી. એવી મર્યાદાયુક્ત પરિષદને નાપસંદ કરનાર થોડા જુવાનોએ આ યુવકપરિષદનો સમારંભ કરી 'મોરબી સામે મોરબો' એ ન્યાયનો મોરચો રાજકીય પરિષદની સામોસામ રચવા ધાર્યું હતું.

તમાશો વગર-અધિવેશને વીખરાયો, ગોળ-ગાંઠિયા ચાવતા ઘર ભેળા થઈ ગયા, ને મેં સીધી જુનાગઢની ગાડી પકડી.

+

કાગળ પરનું ટાંચણ અહીંથી જારી થાય છે –

'ટ્રેનમાં તા. ૧પ-૪–૨૯ : માંગડો.

આષાઢને આંબે,
લૂંબુ વાળા ! લાગિયું;
એક જ વાર આવ્યે,
મેળા કરવા માંગડા

કોઈકના વિલાપના દુહા: જીવતા જનને નહિ પણ મુએલાને બોલાવે છે કોઇક: મુએલાને જ નહિ પણ મુઆ પછી પ્રેત બનેલાને બોલાવે છે–પાટણના નગરની નગરશેઠ-