પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમ વચે જીવવાની મોજ
૭૫
 


વડેલે મુઓ, પણ વાસના રહી ગઈ –- પ્રીતાળ પદ્માને વિષે. વાટમાં વૈશ્ય-કન્યાને કહીને આવેલો કે અબઘડી પાછો વળું છું. વાસના પ્રબળ હતી, માંગડો વડલે પ્રેત બન્યો. પછી એક દિવસ પદ્માને પરણવા જતા વણિક વરની જાન વડલા હેઠળથી નીકળી પોરો ખાવા રોકાઈ ત્યારે વડલા પરથી લોહીનાં ટીપાં ટપક્યા. વોળાવીઆ રાજપૂતે અચરજથી ઊંચી નજર કરી. ભૂતને દીઠો. બેઠો બેઠો, રુદન કરતો એક નવજુવાન બોલે છે:–

સો રોતો સંસાર,
(એને) પાંપણીએ પાણી પડે,
ભૂત રુવે ભેંકાર,
(એને) લોચનીએ લોહી ઝરે.

હું માંગડો ! ચિરાગ્નિમાં સળગું છું નિરંતર. આ અવગતમાંથી છૂટવું છે. માર્ગ એક જ છે. પદ્મા સાથે પરણવા દો, વણિકો ! પાછા ફરીને હું અહીં રોકાઈ જઈશ. પીડનકારી કોઈને નહિ બનું. પછી તો—

વેવલી વાણિયાની જાત,
કાંઉ સમજણ કરે?
માજન વરાહ માંગડો
ફૂલેકાં ફરે.

એ દુહા પ્રમાણે બન્યું. વાણિયાએ પોતાના કદરૂપા વરને સ્થાને આ રૂપાળા જુવાનને (ભૂત છે એ જાણ્યા વગર સ્તો!) કામચલાઉ વર બનાવ્યો, માજન (વણિક) વરાંહે (બદલે) પ્રેત પદ્માને પિતાઘેરે ફૂલેકું ફર્યો, પરણ્યો, પાછો માર્ગે વડલે આવતાં ઠેક દઈને ઊતરી.