પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૮૩
 


અને કહ્યું કે, “મુકે હી ગામણું દુઃખ દિયેતા.” (મને આ ગામણા દુઃખ દે છે.)

ભાઈ ભાયા કહે, “આંઉ હીન ઘડી પેકે કોઠણ લાઈ છડાંતો.” (હું આ ઘડીએ બાપુને તને તેડવા મોકલું છું.)

દીકરે જઈ બાપને કહ્યું, “આંઈ વિજોં, બાઈ કે કોઠીચો.” (તમે જાવ, બેનને તેડી લાવો.)

બાપ જેસો:-છડોદા ના તો કો કરીન્દા ? (એ. લોકો નહિ મોકલે તો શું કરશું?)

ભાયો: “નારીન્દાસું” (જોશું.)

તેડવા ગયેલ જેસાને ગામણાઓએ જવાબ વાળ્યો : 'અસીકે હિતે કમ આય. જો આયંજી ધી કે કોઠી વીંજો તો હી મેયું કે મીડે? તે લાઈ છડીંદા ના.” (અમારે અહીં કામ છે. જો તમારી દીકરીને તેડી જાવ તો આ ભેંસોંને કોણ મેળે ? અર્થાત કોણ દોવે, દહીં-છાશ કરે ? માટે નહિ મોકલીએ.)

જેસાએ ઘેર આવી પુત્રને કહ્યું, “તેં તો હી ઘોરેમેં ધૂર ઉખાઈને!” (તેં તો મારાં ધોળામાં ધૂળ નખાવીને?)

ભાયો: “કો?” (શું?)

'બાઈ કે છડ્યા ના, ને મુકે પણ જીં તીં કુછયા.” (બાઈને મોકલી નહિ ને મને પણ જેમતેમ બોલી ગયા)

દીકરો તે ટાણે ભેંસ દોતો હતો. તે તાંબડી ફેંકી દઈ તરવાર લઈ ગામણને ઘેર પહોંચ્યો ને હાકલ મારી: