પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૮૫
 


દેવો જામં કહે : “આંઉ હીન ઘડી માની ખઈ સિરા- ઈને અચાંતો.” (હું હમણાં જ રોટલા ખાઈ શિરાવીને જ આવું છું. )

ખાઈ કરીને દેવા જામ પાસે બેસી ભાયાએ પૂછયું: 'કીં આવ્યા. કીં કમ આય ? (કેમ આવ્યા ? શું કામ ?)

દેવો કહે, " હી આંઈ જી તરાર ડિયો તે આંઉ હકડી બંધૂક ડિયાં.” (તમારી આ તરવાર મને આપે તો હું એક બંદૂક દઉં. )

ભાયાએ જવાબ વાળે: “દેવા, હણે તેકે આંઉ કો ચાં? બાયડીજા મંગોં ઉખેતો! સરમાઈ દે નાંઈ ! બંધુક તે છોકરીઉ રખે, અને ભાયડા તરાર રખે. તું બો બો બધુંકું રખેતો. નાહક ભાર ઉપાડી ઉપાડી મરી રીન્દો ! અને પુંજી તરાર તો બાર મથ્યા ગિની વઈ,અને બિયા બાર ગિન્દી.” બંધુક તું વટે ઈન ને કય નાઈ કરી સક, હી તરાર કે કરીન્દ (દેવા ! હવે તું બાયડીનાં માંગા કરછ તે શરમ નથી? બંધૂક તો છોકરીઓ રાખે, મરદ તો તરવાર રાખે. તું બબે બંધૂકો રાખે છે ને નાહક ભાર ઉપાડી મરી જઈશ. તારી પાસે બે બંધૂકો છતાં તે કાંઈ ન કરી શકે, તે તરવારથી શું કરીશ ? ને મારી તરવાર માથાં લઈ ચૂકી છે, બીજા બાર લેવાની છે.)

દેવો કહે, “છપર વિંજું હુતે કમ અય. આંઈ હલો. તે ઉતે વીનીચું.” (હું છાપર ગામ જાઉં છું. કામ છે તમે પણ સાથે ચાલો)