પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૮૭
 

 રાયદે કહે, ‘નારીજ મા ! આંઉ થોડા ડી મેં હકડી ગુણ કુરીયું જી ગિની અચીન્દો, પોય વેઠાં વેઠાં ખેન્દા સું. પોય કો?’ (જોજે મા, હું થોડા દિવસોમાં એક કોથળો કોરીઓનો ઉપાડી લાવીશ, પછી આપણે બેઠા બેઠા ખાશું. પછી શું છે?)

રાયદેએ એક ટોળી કરી પીપરડી ગામ ભાંગ્યું. પકડાયો. જામનગર રાજની સજા પડી. જેલમાં ગયો. બેચાર વર્ષે છૂટીને ઘેર આવ્યો ત્યારે એને ખબર પડી કે પોતાની પરણેલી ઓરત બુધીબાઈને દેવા જામ ચારણે ખજુરીઆના ચારણ ગાંગા મૂજ વેરે પરણાવી દીધી છે.

રાયદેનું હ્રદય ધમપછાડા કરવા લાગ્યું: ‘હાય હાય, કો કરિયાં ! હણે જામ કે ફૂંકી ડિયાં, કે ઘૂમી ડિયાં !’

માએ સમજાવ્યો: ‘નાર રાયદે, હણે તું કીંય પણ કરીન્દો તો આંઉ મથો પછાડી મરી વિન્ની.’ (હવે તું કાંઈ પણ કરીશ તો હું માથું પછાડી મરીશ.)

મા રોવા લાગી, એટલે રાયદેએ કહ્યું, ‘ મ રો ! આંઉ કીંય ના કરીન્દો.’

ડોશીનો દેહ છે ત્યાં સુધી શાંતિ રાખવી એવું વિચારીને રાયદે શાંત બેઠો રહ્યો. પણ ચોરે ગયો ત્યાં ગામણા તેમજ જામ ચારણો એને મેણાં મારવા ને ગાળો દેવા લાગ્યા. બોલાચાલીમાં દેવા જામે કહ્યું એકવાર, કે ‘હી ચોરો તોજા પેજો નાંય. ભજી વીન. નીકર મારી ઉખીન્દો. હકડી દારૂજી ચપટીજો ખરચ આય, જીતરો તોજા પેજે લાઈ ખપ્યો હીતરો