પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
છેલ્લું પ્રયાણ
 

 તો લાઈ અપનો.’ (ભાગી જા, નહિતર મારી નાખીશ. ચપટી દારૂનો જ ખરચ છે. જેટલો દારૂ તારા બાપને મારવામાં જોયો હતો તેટલો જ તને મારવામાં જોશે.)

રાયદે કહે: ‘આંય મારીન્દા ને બીઆ માડુ કે હથ ન હુન્દા કીં ?’ (તમે મારશો તો બીજા માણસને હાથ નહિ હોય કેમ?)

દેવો જામ કહે: ‘હથ હોય તો ગીન હી બંધૂક ને નીકર મું મથે બારવટે.’ (હાથ હોય તો લે આ બંદૂક ને નીકળ મારા પર બહારવટે.)

આ તકરાર બીજાઓએ ઓલવી, પણ રાયદે વિચારી રહ્યો કે શું કરું? કાંઈ કરીશ તો મા મારી ઝૂરી ઝૂરીને મરશે, એમ વિચારી ગમ ખાઈ રંહ્યો. પણ એકવાર ચોરે હજામત કરાવવા બેઠેલો ત્યાં એનું અપમાન થતાં, અરધી હજામતે એને ઉઠાડી મૂકતાં એણે ઘેર આવીને માને કહ્યું:

‘મા, હણે મુકે રજા ડિયો. મુસે હી સેન નાઈ થિન્દો. ને જો રજા મ ડિન્દી તો આંઉં મથો પછાડી મરી વીન્નો.’ (મા, હવે મારાથી સહન નથી થતું, હવે મને રજા નહિ દે તો હું માથું પટકીને મરીશ)

આ સાંભળ્યા પછી રાજબાઈના શરીરમાં આઈ કામઈ આવ્યાં, પોતે ધૂણ્યાં, પુત્રનો વાંસો થાબડ્યો ‘વીંજ બેટા.