પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૯૧
 

સૌરાષ્ટ્રના સાગરતીરની ચારુ વાટિકા.
ઘરઘરમાં ને ઉરૌરમાં ભર્યા હતા
એ પુણ્યધામોના પુણ્યભાવ.
ને પીધાં હતાં પ્રકૃતિમાતનાં ધાવન
એ દુદરતના બાલકે યે બહુમૂલાં.
વડાવનનું ગુણગંભીર્ય,
નાગરવેલની સુકુમારતા,
કદળીવનનાં સૌન્દર્યસોહાગ,
સહકારમાલાની પરોપકારિતા,
ઝુંડમાંનાં સાહસિક પૃથ્વીપર્યટન,
ચોરવાડને ઘેરી પડેલી
અર્ધચન્દ્રાકાર લીલોતરીની ટેકરીઓનાં
નિરન્તરનાં હરિયાળાં હાસ્ય
મીઠ્ઠી વાવોનાં અખૂટ ઝરણ:
એવી હતી ત્‍હેની યે આત્મવિભૂતિઓ.
મનનો હતો તે મહાધિરાજ,
પણ ભક્તાધીન ભૂધર જેવો
મિત્રોની મૈત્રીનો તે હતો મેળો.
કવિના અખાડાનો
તે પાટજોગી હતો.
માણેકને કહેતો રત્નોમાં રત્નરાણી.
ભક્તિ કર્મ ને જ્ઞાનમૂર્તિ સમોવડું
તહેનું યે હતું ત્રિપુટિમંડલ.
ભજનની કેકાવલિ લલકારતો,