પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૯૩
 

ઝીલતો સાગરના સનાતન સન્દેશ,
ને સાધતો એમ સાગરસમાધિ.
ગહનતામાં તે નિહાળતો,
અનક્ષરી લેખ વાંચતો,
અનાહત શબ્દ સુણતો,
ને રહેતો એ મસ્તીમાં અલમસ્ત.
એકદા જગતનો પડદો સળક્યો,
ડોલ્યો, ને ઉપડવા લાગ્યો,
આકાશની ઝાલર સંકેલાશે લાગ્યું
ગહનતાનાં દર્શન કરાવવાને કાજ.
પાગલતાની ખોની ભેખડધારે
લાગ્યું કે એક પાય હતો,
ને બીજો હતો અધ્ધર અન્તરિક્ષે
એ કોતરના મુખદ્વારમાં પદતો.
પડદને ડોલતો થંભાવ્યો,
દુનિયાના ડાહ્યા રહ્યા યોગીજન.
જતાં કીધાં સદાનાં
વિશ્વગહનતાનાં તે ભેદદર્શન.
ઓ જગતના લોક ! બોલો,
આપણે એથી કમાયા કે ખોયું ?
કાલગંગાને ઉભય આરે
એના ઉંડા પાયા હતા,
જૂનાનવાનો તે સેતુ હતો.
કંઈ કંઈ વિદ્વાન્‌મંડલિને