પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
ચિત્રદર્શનો
 

સાંકળતી તે મણિસાંકળ હતો
એક દ્વીપ છે ન્હાનકડો
નર્મદાના વિશાલ જલપટમાં.
એની એક પાંખે વેદાભ્યાસી બરકાલ,
ને બીજી પાંખે શુકદેવજી વિરાજે છે
પૃથ્વીની ભમ્મર જેવા ઉત્તુંગ કિનારે.
ગંગનથના અનુભવિયા યોગીન્દ્ર,
અતલ બ્રહમજલના તારા
બ્રહ્માનન્દજી પાસ દીક્ષા લઈ
વ્યાસના વનમાં સંચર્યો તે બ્રહ્મચારી.
મર્મદાના એ વ્યાસોદ્યાનમાં,
શુકદેવજીની છાયાપમરી ઓઢી,
સંકલ્પ કીધો અઢાર સ્વર્ગ રચવાનો.
એ ક્ષેત્ર વ્યાસપ્રતિજ્ઞાની છાયા છે,
એ પ્રતિજ્ઞા વ્યાસપ્રતિજ્ઞાની છાયા રહી.
એ અભિલાષ અધૂરા રહ્યા.
ગુજરાતના ભાગ્યની એટલી ઉણપ.
એની દૃષ્ટિ જ હતી અદ્‍ભૂત,
સ્વર્ગીય નયને તે જગતને જોતો.
આર્ય વિધવાની આરત ત્‍હેણે સાંભળી.
ને ત્‍હેમની દુઃખસોહન્ત વિમલતા યે
નીરખી હતી ત્‍હેની આંખડલીએ.
જગન્નાથપુરિયાઓનો તે જોધ્ધો હતો.
પ્રેમ પ્રેમ ને પ્રેમ