પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૯૫
 

હતો ત્‍હેનો જીવનમન્ત્ર.
પંડિતોનાં પાંડિત્યધનનો
તે નિર્ધન હતો,
પણ અખંડ ઉછળતી
આત્માનુભવની ત્‍હેની પાતાલગંગા.
સંન્યાસીની સામગ્રી સમા,
બુદ્ધના સૂત્રચતુષ્ટ્ય જેવા,
ત્‍હેને યે હતાં ચાર મહાસૂત્રો.
‘બંદા ચક્ક્રમ, કે દુનિયા દિવાની ?’
એમાં તરતી ત્‍હેની નિરાભિમાનતા.
‘ચોક્કસ દરજ્જે‘
એમાં વસતી ત્‍હેની સત્યપ્રિયતા.
‘પોલંપોલ’. એમાં હતાં
ત્‍હેના અનુભવનાં દર્શનવિવેક.
‘ઝાડુસ્તોત્ર’ : એમાં પ્રગટતી
ત્‍હેની કર્તવ્યભાવના.
ત્‍હેની ફિલસુફીના સિહાંસનનાં
એ ચાર પાવડાં.
ન્હાનકડા ગુજરાતના ઓ ન્હાનકડા બુદ્ધ !
ત્‍હારે લોકભાષામાં નહિ,
પણ સ્ત્રીબાલકની કુલભાષામાં
ત્‍હારે લખવા હતા નવસત્યોના નવગ્રન્થો.
ત્‍હારી અક્ષરાવલિ જ અનોખી,