પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
ચિત્રદર્શનો
 

જાણે અજ્ઞેયની કો નિગૂઢ લિપિ.
તે અલૌકિકમાં જ રમતો,
ને અલૌકિકનાં દર્શન લૌકિક કરાવતો.
જગતને સ્વર્ગ દાખવતો,
સંસારમાં ને સંસારથી પર.
તે અદ્‍ભૂતમાં જ આનન્દતો,
ને અદ્‍ભૂતને અવનિમાં ઉતારતો.
ભેદાવલિની ગહન ઘટાકુંજોમાં
તે ઉડતો ને ઉડાવતો.
પરમ યોગનું પ્રથમ પદ,
પ્રાણવિનિમયના ભેદદ્વાર,
ઉઘડ્યાં હતાં ત્‍હેને કાજ.
જંગલની જડીબુટ્ટીઓ,
વૈદકવિજ્ઞાનના અગોચર અખતરા.
તે શોધકને સુગમ હતા.
આત્મસત્યોની સીમમાં તે રખડતો,
કે જ્ય્હાં સ્થૂલની પાળો
અધ્યાત્મજલમાં ભળે છે.
બંસીમાં પ્રભુએ શું ગાયું ?
એ શોધવા મથતો.
મસ્તકવિદ્યાના આછાઅધૂરા સૂચનથી
ભૂત ને ભવિષ્ય ભાખતો.
કવિતાની પાંખો ઉપર
ગહનતાના આરાઓમાં