પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૯૭
 

સનાતન ભેદવલિનાં ગીરમાં
ભમતો હતો અદ્ધર ને એકાકી.
પુરાણપ્રસિદ્ધ ઇતિહાસોજ્જળ
સૌરાષ્ટ્ર ભવ્યતાઓની ભૂમિકા છે:
ગંભીરાં ગીર ને ગરવો ગિરનાર,
સિંહ સાગર ને સોમનાથ,
યદુવંશની ને શ્રી કૃષ્ણની ભસ્મ,
લીલી નાઘેરની જલભર કુંજો:
એ કાલજૂની ભવ્યતાઓમાં તું
ભટકતો, ભોગવતો, ને ભોગવાવતો.
એમાં સૌમાં ગરૂડ ઉડે
એમ તું ઉડતો વિશાળપંખાળો,
ને ગિરિશિખરે ત્‍હારા માળા હતા.


ને એમ જ
રહેવું હતું ને ત્‍હારે ?
વાયુની લહરીની પેઠે છુટ્ટા,
ને વ્યોમવીજળીની પેઠે નિર્બન્ધ ?
ગગનપાટે મેઘખંડ કો વિચરે,
પૃથ્વી પરના ગગનપડછાયા સમા
મહાસાગરે કો મહામોજ
ઘેરૂં ઘેરૂં ઘુઘવતો ઘૂમે,
એમ ત્‍હારે યે ઘૂમવું હતું જગતમાં.
લગ્નનાં યે રસબન્ધન