પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૯૯
 

કૃષ્ણરંગી હતાં મેઘશ્યામ.
દૂર દૂર, માત્ર સાગરને સીમાડે,
લહરતી હતી તેજભૂમિકા
રૂપાની વાડીઓ સરિખડી.
તેજકુંજોની કુંપળરેખા સમી
ફરકતી હતી જલોર્મિની પાંદડીઓ ત્ય્હાં.
સાનન્દાશ્ચર્યથી અમે સૌ એને
અનિમિષ નેને નીરખી રહ્યા.
જાણે અંખડલીના આમન્ત્રણનો ઉત્તર હોય,
જાણે અમારી આશાનાં આગમન હોય,
જાણે હિમાદ્રિના હિમપગથારમાંથી
ગંગોદકની સહસ્ત્રધારા વરસતી હોય:
વાદળછાંયડીના વહતા પૂરની પેઠે
જગત્‍ સીમાન્તેથી વહી આવ્યો
તે તેજભૂમિકાનો પૂરપ્રવાહ,
ને શામળા સાગરજલ ઉપર
સરિતાના રજતપટ સમોવડો
વિશાલ તેજપાટ પાડ્યો.
મેઘાડન્બરે યે કોર સંકોરી ઘડીક,
ને એ ભર્ગનાં દર્શન કરાવ્યાં લગીર
કે જેને જગજ્જનો પૂજે છે
જગતના જન્મકાળથી.
અમને વધાવી વહી ગઈ
તે તેજગંગાની ઉછળતી છોળ,