પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
ચિત્રદર્શનો
 

વીરા જયકુમારીના, જમાવ્યો જય લોકમાં;
ને દિનકરના ભાઈ, પ્રતાપી ભાસ્કરે સમા.

દેવાનન્દે રમન્તા ને દેવાનન્દ ગુરુથી આ;
પામીને કાવ્યની દીક્ષા દીપ્યા દેવકુમાર શા.

ભર્યો ઉત્સાહી એ કંઠ મેઘના સમ ગાજતો,
યશસ્વી વાણીનો એહ પ્રોત્સાહી બોલ આથમ્યો.

શ્વેત વસ્ત્રો સદા ધાર્યાં, પ્રાણની શ્વેત પાંખ શાં :
તેજવાઘા સજી જાણે ફિરિશ્તો કો મનુષ્યમાં.

નમ્ર ને નમતા, ત્‍હો યે શૈલ શી દૃઢતા હતી;
ચાલ ધીમી ધીમી, ત્‍હો યે ખંતથી વેગીલી ગતિ.

હાથે પીતળપટ્ટાળી શયામ સીસમલાકડી ;
બાંધી રાખી શું સંકેલી સેના સેતાનની લ્‍હડી !

પૂર્યાં છે દુઃખ ને પાપ મનુષ્યે જગમાં રૂડાં,
પાડ્યા અન્ધારના પાટા તેજસ્વી વિશ્વમાં વડા.

દીઠું એ સૌ દીર્ઘ કાલ, સુધાર્યું સુધાર્યું ય તે;
પછી સંસારવાડીથી સંકેલી લીધ દૃષ્ટિને.

બહૂ વર્ષો સુધી આપે મૂલવ્યાં મોતી બ્‍હારનાં,
પછી પારખવા પેઠા આત્માના દરિયાવમાં.