પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
ચિત્રદર્શનો
 

મહામૂલા દીધાં રત્નો પૂર્વજે પૂર્વ કાલમાં,
પારખી પારખી તેહ સંરક્ષ્યાં, પ્રાણની સમાં.

ને નવયુગની ખીલે પુષ્પે પુષ્પે વસન્ત આ.
સંઘરી પીમળો સૌની તેહનાં મધ સારવ્યાં.

ધીરગમ્ભીર નેતા, ને દીર્ઘદર્શી ત્‍હમે ઘણા,
બોધી તેથી દક્ષતાથી ધીરે ધીરે સુધારણા :

વિદ્યા ને સંપનાં સૂત્રો, કલાકૌશલ્ય ઓપતાં,
ને સંસ્થાનસુધારો, ને દેશનાં હિત દીપતાં;

પુણ્યભાવ, સદાચાર, ભક્તિ, ને પરમાર્થ, ને
સાત્ત્વિક સ્નેહના મન્ત્રો, ધર્મઔદાર્ય : સર્વ તે.

વધે સંસારની શોભા, પ્રભા ને પ્રભુતા વધે,
ગાયાં છે દેહઆત્માનાં સૂક્‍તો ઉન્નતિનાં બધે.

રાજા અને પ્રજા કેરૂં એક છે હિત, તે લહી
ઉછેર્યું એ સદા આપે, શીખ બન્નેયને દઈ

સ્વીકાર્યા સ્નેહી રાજાએ, પ્રજાએ પ્રેમી પારખ્યા;
બે બાહુ અંગના એક, ત્‍હમારે તેમ તે સખા.

પ્રતિભા, રાજ્યની આસ્થા, ઉજ્જવળી દેશભક્તિની
મૂર્તિ આપ હતા મોંઘી, શ્રદ્ધાની અર્ચનાભીની.