પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
 

૫.

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર;
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ
લલિત લજ્જાનો વદન જમાવ.
અંગ આખેયે નિજ અલબેલ
સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
રાણકતનયા, ભાવશોભના,
સુંદરતાનો શું છોડ !
આર્ય સુન્દરી ! નથી અવનિમાં
તુજ રૂપગુણની જોડ ;
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કન્થના સજ્યા તેજશણગાર.  ધન્ય હો !

૬.

ખેતરો ન્હાનાં, ન્હાની શી પોળ,
નાતજાતે ન્હાનડિયા ઘોળ ;
ક્ષત્રીજાયાનાં ન્હાનલ રાજ્ય;
ધર્મના ન્હાનકડા જ સમાજ ;
વૃદ્ધ ચાણાક્‌યે વર્ણ્યાં પૂર્વે
ન્હાનાં પ્રજાનાં તન્ત્ર,
એહ પુરાતનના પડછાયા
આ અમ જીવનજન્ત્ર :
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ
અમારાં એક સુગન્ધ અમૂલ. ધન્ય હો !