પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૧૭
 

હતું. મહર્ષિ દયાનન્દ સરસ્વતીને ગુરુદેવનો આદેશ મળ્યો હતો કે ભરતખંડમાં ઘેરઘેર ધ્વનિ જગાડવા ને પ્રસારવા. એ ગુરુદેવે એ ગુરુદક્ષિણા માગી: એ શિષ્યરાજે એ જીવનમન્ત્ર કીધો, ને એમ વિદ્યાઋણ વાળ્યાં: ને આજે જગતમાં પ્રાચીનમાં પ્રાચીન એ જ્ઞાનઘંટાનો મહાઘોષ ભારતવર્ષમાં ઠામ ઠામ ગાજી રહ્યો છે. સૂકાઈ ગયેલી વેદગંગા આર્યાવર્તની પુણ્યભૂમિમાં પાછી વહેવડાવનાર વર્તમાન ભગીરથ તો સ્વામી દયાનન્દ સરસ્વતી.

જન્મભૂમિમાં જ જીવનનો એ જ્ઞનસત્ર આરંભવાની મહાભાવનાથી મહર્ષિજીએ કાઠિયાવાડ ભણી પગલાં વાળ્યાં, ને રાજકોટમાં માસેક મુકામ સ્થાપ્યો. या निशा सर्वभूतानां तस्यां जागतिं संयमी એ ન્યાય પાળી એક રાત્રીએ રાજકોટમાંથી વિચરી વતનની યાત્રા યે કરી આવ્યાની લોકવાયકા છે. એટલો મોહ એ મહાસંન્યાસીને યે રહ્યો હતો. પણ મુંબઈ જઈ આવ્યા પછી તે નિર્મૂળ થયો. ગુજરાત તો ગુર્જરોનું છઠ્ઠા સૈકા પછીનું સંસ્થાન છે: ગુર્જરોની આદ્યભૂમિ તો પંચનંદની ભૂમિ: તક્ષશિલાની વિદ્યાપીઠની ભૂમિ તો પંચનંદની ભૂમિ: ભારતવર્ષમાં વેદમન્ત્રોથી પ્રથમ પાવન થયેલી ભૂમિ તો પંચનંદની ભૂમિ. એ પુઉણ્યભૂમિ, એ નરકેસરીઓની ભૂમિ, ગુર્જરોના પ્રાચીન વતનની એ પંચનંદની ભૂમિ, ભરતખંદના એ વાયવ્ય દરવાજાના ચોક ભણી મહર્ષિજીએ પગલાં કીધાં. વિન્ધ્યાટવીની ઉત્તરે સારા યે આર્યાવર્તમાં જ્ઞાનજ્વાલાઓ