પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
ચિત્રદર્શનો
 

પ્રગટાવતા મહર્ષિજી ઘૂમતા. પણ Militant Hinduismના સેનાધિપતિ એ મહાસંન્યાસીના ડેરાતંબુ તો ખોડાયેલા હતા પંચસિન્ધુનાં પુણ્યજલોથી પાવન થયેલા કિનારાઓ ઉપર.

અન્તે એ ધર્મવીરની જીવનયાત્રા પૂરી થઈ: રાત્રીનાં વાદળ ઘેરાયાં. ને અનન્તના પડદા પાછળ એ મહાસંન્યાસી વિરામ્યો. ચહુવાણ રાજવંશના અસ્ત સાથે ભારતવર્ષમાંથી હિન્દુ રાજ્યનો ભાસ્કર આથમ્યો હતો: ચહુવાણ રાજવંશના પાટનગર તારાગઢની છાયામાં આર્યત્વનો આ સંન્યસ્તભાસ્કરે આથમ્યો. હિન્દવા સૂરજને ગાયત્રી મન્ત્રના વરેણ્ય ભર્ગનું વર્ચસ્‍ ઉદ્‍બોધી, મહારાણા ઉદ્‍યસિંહના પાટનગરે ભીરુત્વમાં વીરત્વ પૂરી, મહર્ષિજી જોધપુરમાં પધાર્યા, ને એ મરુભૂમિમાં એ વેદસહકાર સૂકાઈને ઢળી પડ્યો. એ રણપ્રદેશમાં તો ગંગાઓ યે સૂકાઈ જાય, ને એ વેદગંગા યે સૂકાઈ ધરિત્રીમાં સમાઈ. જોધાણનાથને આર્યધર્મોપદેશ ઉદ્‍બોધતાં ત્‍હેમના ભાઈ મહારાજા સર પ્રતાપસિંહના ઉદ્યાનમાં મહર્ષિજીએ નિવાસ કીધો હતો. એ રાજવાડીમાં એક સ્‍હવારે સ્‍હવારના દૂધપ્રાશનમાં રસોઈઆએ વિષદાન દીધું. લોકવાયકા એવી છે કે જોધાણનાથને નાયકાઓના બહિષ્કારના સ્વામીજીના ધર્મસૂચનથી નન્ની જાન નામની એક નાયકિણીએ રસોઈઆને એ અપકૃત્ય કાજે સાધ્યો હતો. પણ એ લોકવાયકા સાબિત થઈ નથી ને જોધપુર રાજ્ય તરફથી નન્ની જાનને એ આરોપસર કાંઈ શિક્ષા થયાનું