પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
ચિત્રદર્શનો
 

સારું હિન્દ પૂજે છ્જે: તે ત્‍હેમના વીરત્વને લીધે નહીં, પણ ત્‍હેમના ધર્મત્વને લીધે. સ્વામી દયાનન્દ સરસ્વતીમાં એક મહાવીરને શોભે એવી વીરતા હતી, મહારાજ્યના કો વિચક્ષણ મહામન્ત્રીને શોભે એવું અગાધ પાંડિત્ય હતું. મહર્ષિજીના એ વીરત્વ કે રાજમન્ત્ર કે કાર્યદક્ષતા કે પાંડિત્યને હિન્દ વિસ્મરતું નથી, વિસ્મરી શકે પણ નહીં. પણ સ્વામીજીના સદ્‍ધર્મના સનાતન સાધુઅંશોને ભારત વર્ષ આજે પૂજે છે, ને ભવિષ્યમાં પૂજશે. એમનું અખંડ બ્રહ્મચર્ય, પરમ સાધુતા, ભીષ્મ સંન્યાસ, અવિરત ધર્મપરાયણતા, કઠોર જેવી લાગતી સત્યનિષ્ઠા, આર્યાવર્તના પુનરુદ્ધારની અવિરત શ્રદ્ધા, ને સૂકાઈ ગયેલાં વેદગંગાનાં મહાવહેણ પાછાં સજીવન કરીપુઅનરપિ એકદા એ પુણ્યોદકે ભારતવર્ષને ધર્મપાવન કરાવવો: આજે ભરતખંડ એમના એ ધર્મઅંશોને પૂજે છે. પતિત હિન્દુને પુરાતન આર્ય કીધો, ધર્મસ્ખલિત હિન્દુસ્તાનને સનાતન આર્યાવર્ત કરી સ્થાપ્યો: એ સનાતન આર્યત્વના ઉત્થાપનની વેદટંકારકારી મહાઘંટા રૂપે જ આજે ભારતવાસીઓ મહર્ષિજીને સંભારે છે, અને ઇતિહાસ હવે પછી સંભાર્શે. સદા યે સ્વામીજી તો સાચ્ચા સનાતની જ હતા.

કોઈ કોઈ વેળા કેટલાકને નિરાશાની ઘડિઓમાં શંકા થાય છે કે હિન્દમાં પશ્ચિમની સંસ્કૃતિનાં સંચરણ-વિસ્તરણથી