પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
ચિત્રદર્શનો
 

એવી ધર્મપરાયણતા, એવા ચારિત્રજ્યોતિ આજે યે હિન્દુસ્તાનમાં પ્રકાશે છે. આર્યત્વની, આર્યોના ગૌરવની સાઅરા યે ભારતવર્ષમાં જે જીવનભાવના સજીવન થઈ છે એને સંજીવનનાં પહેલાં જલ છાંતનાર ભરતખંડના આ યુગના મહાદૃષ્ટાન્ત તે મહર્ષિ દયાનન્દ સરસ્વતી. સકલ ગુણગ્રાહક ભારતવાસીઓ તો આર્યત્વની સંજીવિની બુટ્ટીના મહાયોગી ને મહાસંન્યાસી તરીકે જ યુગના યુગ સુધી ગુજરાતના એ મહાત્માને સંભારશે ને વન્દશે.