પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
 


ઝીલી પ્રિયાનયનનાં શર, ને વીંધાઈ,
પોઢ્યો હતાશ પ્રિય મૂર્છિત રૂપદર્શે;
તે વ્હાલી-સ્પર્શથી સચેતન થાય, તેમ
જાગ્યો નૃલોક નવચેતન ચન્દ્રીસ્પર્શે.


મીઠા મ્હેરામણે કય્હાંક વાદળી કો'ક વર્ષશે,
અને કો' છીપમાં આજે મેઘનાં મોતીડાં થશે

.

વદન પુનમચંદ શું વિહાસે,
જલધરનું ધરી ઓઢણું વિલાસે;
પરિમલ પ્રગટાવતી ઉમંગે,
શરદ સુહાય રસીલી અંગેઅંગે.


હૈયાના મ્હેલમાં જેવી કવિતા ચમકી રહે,
એવી ગેબી પ્રભાવન્તી ચન્દ્રની ચન્દ્રિકા વહે.


મદે ભરેલી ઝીણી ટીલડી કરી,
સોહાગી દેહે રસપામરી ધરી;
શોભે ઉભી સુન્દરી જેમ બ્‍હારીએ:
ચન્દ્રી ચ્‍હડે છે નભની અટારીએ.


હસે છે સ્નેહની લ્હેરે જેવું તું, ઓ સુધામુખિ !
હસે છે એવું અત્ય્હારે ચારુ ચન્દ્રકલા, સખિ !


સરવરજલ જેવું વ્યોમનીર
અતલ પડ્યું પથરાઈ નીલઘેરૂં :