પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૪)

સૌભાગ્યવતી

મોગરાનો મંડપ હતો,
ને મંડપ નીચે તે ઉભી હતી:
જાણે ફૂલની લટકતી સેર.

આસપાસ અજવાળાં ઉગતાં;
ને દિશદિશમાં વસન્ત ઢોળાતી,
ક્યારેક્યારે કળીઓ ઉઘડતી,
પત્રેપત્રે પુષ્પ પ્રગટતાં હતાં.
ફૂલના સરોવર સરીખડી વાડીમાં
તે વાડી જેવી વિરાજતી.

વદને ત્‍હેને વસન્ત હસતી,
હૃદયે ત્‍હેને વસન્ત લહરતી,
બારણે ત્‍હેને વસન્ત બોલતી,
ઓરડે ત્‍હેને વસન્ત વિહરતી,