પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૫)

નવયૌવના

કોઈ ક્‌હેશો
તે શા વિચાર કરતી હતી ?

મધ્યાહ્ન હતો,
સૃષ્ટિને સેંથે સૂર્ય વિરાજતો.
આશપાશનું ઉંડું આકાશ
નીલઘેરૂં ને નિર્મળું હતું.
ક્ષિતિજ ઉપર જલભર પયોદ,
વિશ્વનાટકના પડદા જેવાં,
અદ્ધર સરતાં, પડતાં,
ને ધીમેશથી ઉપડતાં.
મધ્યાહ્ન ખીલેલો ને નિર્જન હતો.

સન્મુખ સાગર લહરતો :
જાણે આકાશ જ ઉતારી પાથર્યું !