પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૩૯
 

તે પહેલાં ગુર્જર પ્રાન્ત પિલાજીરાવ ગાયકવાડે સર કર્યો હતો. ઈ. સ. ૧૭૦૭ પછી અને ૧૮૫૭ સુધીના ચક્રવર્તી એકતન્ત્રવિહોણા દોઢ શતકમાં હિન્દુસ્તાનના ચોખૂટમાં પ્રાન્તવાસીઓના સમુદાયો, ભટકતા નેસ જેવા, પરપ્રાન્તોમાં જતા, જીતતા, અને વસતા, એમ ગુજરાતમાં યે એ કાલમાં દક્ષિણીઓનાં થાણાં, સદરદેશમુખી ને ચોથ ઉઘરાવવાને કારણે, ઠામ ઠામ સ્થપાયાં. એ સેનાઓ દાવાનળ જેવી ગુજરાતની કુંજોમાં ઘૂમતી, ને લીલાં વનવેલ ને પાકને બાળી ભસ્મ કરતી. ઈ. સ. ૧૮૦૯માં કંપની સરકાર સાથે ગાયકવાડ મહારાજને તહનામાં થયાં, ને એ અગ્નિપ્રદક્ષિણાઓ અસ્ત થઈ. મહારાજ ખંડેરાવને તો હજી યે ગુજરાત ભાવથી સંભારે છે, ઈ. સ. ૧૮૭૦ માં મહારાજ ખંડેરાવ દેવ થતાં ત્‍હેમના ભાઈ મહારાજ મલ્હારરાવ વડોદરાની ગાદીએ આવ્યા, ને ત્‍હેમની પાંચ વર્ષની કર્મકથની તો તાજી હોઈ સર્વ વિદિત છે. તે પછી મહારાજ સયાજીરાવ ગુર્જર સિંહાસને પધાર્યા. અને સદ્‍ભાવ ને સદ્‌વિદ્યાનાં જલ સીંચી પૂર્વજોએ પાથરેલી ભસ્મને યે નવચેતનથી હરિયાલી કીધી છે, ને સૂકાતી જતી ગૂર્જરકુંજોને નવપલ્લવે પાંગરાવી છે.

કસબી આંગલી ને તરખૂણિયા મંડિલધારી નિરક્ષર ગોપાલ છ વર્ષનાં અરસામાં અનુભવી ને નિપુણ રાજા સર તાંજોર માધવરાવથી યે મહાતેજસ્વી મહારાજ સયાજીરાવ થઈ નીવડ્યા એ છ વર્ષનાં શિક્ષણ શિક્ષક ને સમસ્ત