પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
ચિત્રદર્શનો
 

સુદૃઢ માનીનતા પ્રગટાવી કે ' હું મહારાજ.' વડોદરાના મહેલમાં ચહા પીતાં કે રાજદરબાર ભરતાં, સ્‍હવારે ફરવા જતાં કે બપ્પોરે રાજકાર્યના હુકમો આપતાં, વડોદરામાં કે વડોદરા રાજ્યમાં, હિંદુસ્થાનમાં કે પૃથ્વીની પરિક્રમણા કરતાં; રાજકુટુંબ વચ્ચે વિરાજતાં કે પ્રજાની મહાસભાઓના પ્રમુખસ્થાનમાં : મહારાજનો એ રાજખિલઅત ઉતારાતો નથી, ને ' હું મહારાજ' ની માનીનતા વિસારાતી નથી. ' હું બીજાથી નિરાળો છું' ' હું અદ્વિતીય છું' એ ભાવનામાં વીર પુરુષોનાં પરાક્રમની પ્રેરણા રહેલી છે, તેમ જ એમાંથી અન્ય સકલમાં અનાદર અને અશ્રદ્ધા જન્મે છે. મહારાજ સયાજીરાવને એ ભાવનાના લાભાલાભ ઉભય મળ્યા છે.

મહારાજના બીજા કાનમાં જીવનમન્ત્ર સંભળાવ્યો તે બીજો પ્રસંગ હિંદુસ્તાનના ઇતિહાસમાંનો હતો. મહારાજ તખ્તનશીન થયા ત્‍હેવામાં સિમલામાં સર્વ વાઇસરોયના ભૂષણરૂપ ને જેની કસોટીએ હિન્દી પ્રજા સર્વ-ભૂત વર્તમાન ને ભાવિ-વાઈસરોયોને ચ્‍હડાવી પારખશે તે ઉદારચરિત મહાશય માર્કિવસ રિપનનો લોકહિતૈષી અમલ હતો. સ્થાનિક સ્વરાજ્ય-Locala Self Government-નો કાયદો ઘડી તે મહાનુભાવ બ્રિટિશ રાજનીતિવેત્તાએ બ્રિટિશ ઇતિહાસમાંનું ને બ્રિટિશ પ્રજાજીવનમાંનું એક પરમ રાજસૂત્ર હિન્દી પ્રજાને શીખવ્યું કે રાજસંસ્થા એટલે અમલદાર વર્ગ નહીં પણ પ્રતિનિધિઓ. તે