પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૪૫
 

ઈ. સ. ૧૮૮૧માં વડોદરા રાજ્યમાં પ્રાથમિકશાળાઓ અને હાઈસ્કૂલો કેટલી હતી, અને આજે કેટલી છે ? તે વખતે ભણેલાં નરનારનાં ટકા પ્રજામાં કેટલા હતા, ને આજે કેટલા છે ? મહારાજે પ્રજાકેળવણીનાં ત્રણે સ્વરૂપોની ખિલવણીથી પ્રજાઉદ્ધારનો સુયોગ્ય પાયો માંડ્યો અને શારદાપીઠની અનેક વિદ્યાશાળાઓના અભ્યાસક્રમ પ્રજાને સુલભ કર્યા. ભણ્યા પછી યે જગત્‌નાં સર્વોત્તમ અનુભવભંડારનાં પુસ્તકો ભણેલાઓ વાંચતા નથી એ જોઈ મહારાજે પુસ્તકભંડાર નગરે નગરે અને ગામે ગામે સ્થાપ્યા. ઈ. સ. ૧૮૬૯માં વડોદરામાં એક પુસ્તકશાળા સ્થાપવાની વિનંતિ મ્હારા પિતાએ મહારાજ સયાજીરાવના રાજપિતાને કરી હતી, ને એ બે વૃદ્ધોના મેળાપની કથા દલપતકાવ્યના ગુર્જરીવાણી વિલાપમાં વર્ણવેલી છે. ખંડેરાવ મહારાજે કવિ દલપતરામને એ પ્રસંગે વચન પણ આપ્યું હતું કે પુસ્તકશાળા સ્થાપીશું અને નિશાળ માંડીશું. પણ એ વચન સિદ્ધ થાય તે પહેલાં વરસેકમાં મહારાજ દેવ થયા. એ ગુર્જરપ્રિય મહારાજે ૪૭ વર્ષ ઉપર મ્હારા પિતાને આપેલ રાજકોલ એ રાજપિતાના રાજપુત્રે આવી અણકલ્પી સરસ રીતે પાળેલો નિહાળી મ્હારા પિતાના પુત્રને આશ્ચર્યાનન્દ વિના બીજું શું થાય ?

સંસ્કૃત વિદ્યાનો ખિલાવે મહારાજ વિસર્યા ન હતા, ને આજે પણ વડોદરાની પરીક્ષામાં પાસ થયેલો શાસ્ત્રી વર્ગ ગુજરાતમાં કે ગુજરાત બહાર થોડો નથી. પણ