પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
ચિત્રદર્શનો
 

મહારાજ સયાજીરાવના પાંત્રીશ વર્ષના અખંડ પરિશ્રમને ઘણાં ફળફૂલ આવ્યાં છે, છતાં એ ખરૂં છે કે વડોદરાની વાડીઓમાંની કેટલીક હજી કોળી નથી. ' ભાંગ્યું-ભાંગ્યું ત્‍હોયે ભરૂચ' એવું વડોદરા રહ્યું છે. અને અમદાવાદ કે મુંબઈ જેવું થયું નથી. વડોદરાના સુન્દર રાજમહેલો, વડોદરાનાં વિશાળ કોલેજ, કોઠી, ન્યાયમન્દિર, પુસ્તકશાળા, સંગ્રહસ્થાન એ સર્વ રાજમન્દિરો, સ્થૂલ ને સૂક્ષ્મ ઉભય રીતે, મહારાજે ધરાવેલા પાટનગરના ઉપયોગી શણગાર છે. પણ વડોદરાનાં પ્રજામન્દિરો કય્હાં ? મુંબઈમાં રાજમન્દિરની પડોશમાં જ શારદામન્દિર છે, અને સેક્રેટરિયેટ હાઈકોર્ટ ને તારઑફિસની માલા સમોવડો જ બોરીબન્દર ને પ્રજામન્દિરના મહેલનો ચોક છે. અમદાવાદના પ્રાચીન કિલ્લાના વિશાળ ચોકમાં જ કારંજ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ને નાગરોકોની પુસ્તકશાળા છે. મજૂર વર્ગન હૃદયમાંથી ઉડતા હોય ત્‍હેવા મિલચીમનીઓના ધૂમાડા મુંબઈ, અમદાવાદમાં જાણે પરમેશ્વર પાસે ફરિયાદે જતા આકાશમાં ઠામ ઠામ ઉડતા દેખાય છે. મોટર, ઘોડગાડી, ત્રામની ધમાલ, જાણે દોડતા જતા હોય તેવી લોકોની ગિરદી, છલકાતી ભરેલી દુકાનો, ઉદ્યોગી ને ખંતીલા દુકાનદારો, સન્ધ્યાએ સન્ધ્યાએ નગરનો મેળો હોય ત્‍હેવી ધોરી માર્ગની ભીડ; લોકસમુદાયની જાગૃતિ અને પ્રવત્તિનાં એવાં ચિહ્‍નો વડોદરામાં હજી આવ્યાં નથી. અમલદારવર્ગ પાસે સત્તા જૂજ છે, એટલે સત્તાનો આડંબર વિશેષ રાખવો પડે છે. મહારાજને કરવાના અભિલાષો છે. કરાવવાના નથી. દેશી