પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
ચિત્રદર્શનો
 

ગુર્જરભૂષણ મણિભાઈ જશભાઈ ને હિન્દભૂષણ રમેશચંદ્ર દત્ત એ બે જ મહારાજ સયાજીરાવના દીર્ઘ અમલ દરમિયાન વડોદરાનૉ દીવાનગીરીએ દીવાન થયા છે. અમલદારવર્ગમાં યે અન્ય મહાઆશયને અભાવે દક્ષીણી ને ગુજરાતી, ત્‍હેમાં યે બ્રાહ્મણ ને મરાઠા ને નાગર એવા ઘોળ જેવું થયું છે. વડોદરાનો જુવાન અમલદારવર્ગ નીરખી આંખ ઠરે છે ને આશા જન્મે એવું છે. ઈંગ્લાંડ અમેરિકા સમા બુદ્ધિવૈભવી દૂર દેશાવરમાં જઈ બુદ્ધિવૈભવ ને પ્રજાકલ્યાણની કર્તવ્યભાવના વ્હોરી આવેલા ગાયકવાડ મહારાજના એ મદભર મલપતા આશઅભિલાષકર્તવ્યપ્રેરણાવન્તા નવચેતન વછેરા શરતના ચક્કરના પહેલા જ ફરલોંગમાં કેમ થાકી લથડે છે ? એમનાં તંગ ને લગામ અતિ ઢીલાં છે કે અતિ સખ્ત ? અસ્વારની ચાબૂકનો ભય એમને વિશેષ છે કે પ્રેરણા ? પ્રજાઉદ્ધારના કર્તવ્યખેલ ખેલવાને બદલે આજે તો એ યૌવનમંડલ અમલદારોની ક્‍લબમાં ખેલ ખેલે છે, ને એ હારજીતને જીવનની હારજીત માનવા જેવું કરે છે. મહારાજને ફારસી કહેવત માહિત હશે જ કે તેજીને ટકોરો બસ છે.

સયાજીરાવ ગાયકવાડની ભૂલો યે ગંભીર થઈ છે, ને એ ભૂલો માટે મહારાજને ખમવું યે ગંભીરપણે પડેલું છે. ન મળે મિત્ર કે ન મળે મન્ત્રી, ન મળે શ્રદ્ધા કે ન મળે સ્નેહ : નિરન્તર રાજ્યહિતનું ચિન્તન કરવાની ટેવને લીધે બારે માસ ને બત્રીસ ઘડી રાજખિલઅત પહેરી રાખવાની મહારાજને ટેવ પડી ગઈ જણાય છે. રાજકુટુંબમંડલમાં