પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૫૩
 

યે મહારાજના ઉપર પતિ કે પિતાની ભાવના વિરલ પ્રસંગે જ વિજયવતી થતી હશે. યશસ્વી ને સદ્‍ભાવી મહારાણી વિક્ટોરિયાનો ઉત્તરાવસ્થામાં બ્રિટનના રાજ્યચક્રમાં દીર્ઘ ને વિવિધ અનુભવને લીધે જેવો અપ્રતિમ વ્યક્તિ પ્રભાવ પડતો હતો ત્‍હેવું મહારાજનું આજ થયેલું છે. મહારાજ સયાજીરાવ નરેશ ન હોત ને મન્ત્રી હોત ત્ત્‍હો પણ ૩૫ વર્ષના જૂના મન્ત્રીશ્વર મન્ત્રીમંડલમાં નરેશ જેવા જ થઈ પડત. મહારાજ સયાજીરાવ દેવમન્દિરમાંના દેવના વૈભવ ને જાહોજલાલી માણે છે, પણ દેવમૂર્તિથી ઉલટું કોઈ પૂજારીનાથી યે વિશેષ પરિશ્રમ વેઠે છે. નિદ્રાલોપ-insomnia-નો રોગ પણ એ ભાવનાની સજા તરીકે મહારાજને મળી ચૂક્યો છે. મહારાજ થવામાં માત્ર સુખ ને વૈભવ છે એવું તો અજ્ઞાની ને બાલક માત્ર આજ માનતા હોવા જોઈએ.

મહારાજ સયાજીરાવની મુદ્રાના પૌરુષને લીધે કોઈ કહે છે કે મહારાજમાં રસિકતા કે રસિક કલાઓ ભણી આદર નથી તો તે વસ્તુસ્થિતિથી વિરુદ્ધ છે. વડોદરાના તાનસેન પ્રો. મૌલાબક્ષના આશ્રયદાતા મહારાજ સાહિત્યસંગીતકલાવિહીન નથી જ. અનેક સુસુન્દર રાજમન્દિરોથી વડોદરાને શણગારનાર ગાયકવાડ શનગારની સૌન્દર્યકલાના રસીલા સજ્જન નથી એમ નથી. નૃત્ય અને ગાયન ઉભયના શોખીન મહારાજના રાજદરબારમાં તાંજોરી તેમ જ અન્ય વિધિવન્તી નૃત્યનિપુણ કંચનીઓ પોતપોતાની રસિક