પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
ચિત્રદર્શનો
 

પ્રજાકલ્યાણના રાજમાર્ગનાં યથાશક્તિ યાત્રાળુ, મહારાણીજી ચીમનબાઈ સાહેબમાં મહારાજના ગુણો ઘણા છે.-ને આવાં માતાપિતાની સન્તાનમંજરી પણ પ્રતાપી ને તેજસ્વી છે. રાજકુમારો અને રાજકુમારીમાં પોતપોતાના વ્યક્તિભાવનાના ફૂવારા ઉડે છે. રાજકુમાર જયસિંહરાવ ભોળા દિલના છે; રાજકુમાર શિવાજીરાવ ઠરેલ ને ડહાપણશીલ દેખાય છે; રાજકુમાર ધૈર્યશીલરાવમાં હજી નવયૌવનનાં સાહસ ને ઉત્સાહ છેઃ પણ તે ભાતૃમંડલમાં એક સમાનતા એ છે કે મહારાજ ને મહારાણી સમાં તે સહુ જાજવલ્યમાન છે. કુચબિહારનાં મહારાણીજી-રાજકુમારી ઈન્દિરા રાજેનાં જાજવલ્ય કોઈ ભાઈથી કે માતાપિતાથી ઓછાં ઉતરે ત્‍હેવાં નથી. જાજવલ્ય એ વડોદરાના મહારાજના સંસ્કારી રાજકુટુંબનો તરી આવતો રાજગુણ હોય એમ જણાય છે. પોતાને કિશોરાવસ્થામાં મિ. ઇલિયટ ને સર ટી. માધવરાવ જેવા ગુરુજન મળ્યા હતા એ પ્રસંગબોધથી ચેતી મહારાજે કોઈ પ્રતાપી ને પ્રભાવશાલી ગુરુજન બાલસન્તાનોને આપ્યો હોત, તો રાજસન્તાનોની આત્મવાડીઓ કરમાત નહીં, પણ હજી વધારે સુગન્ધવન્તી પ્રફુલ્લત-ને એ જાહોજલાલી ભરેલા રાજકુટુંબમાં યે મત્યુનો ઓળો નિરન્તરનો પડેલો છે, ને વૈધવ્યનો શોકરંગી પડછાયો પથરાયેલો છે. ગં. સ્વ. યુવરાણી પદ્માવતી સાહેબની કરમાયેલી વલ્લી મહારાજ સયાજીરાવના ખીલતા ઉદ્યાનને લતામંડપે વસે છે. અને બાલ મહારાજકુમાર પ્રતાપસિંહરાવ ગાયકવાડ તથા ત્‍હેમની ન્હાનકડી રાજભગિનીઓનાં કુમળાં ફૂલ હજી ઉછેરવાનાં