પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૫૭
 

બાકી છે. મધ્યાહ્નાસ્તશાળી યુવરાજ ફત્તેહસિંહરાવના સ્મરણઅંશ એ રાજબાલકના ઉછેર ઉપર મહારાજ સયાજીરાવનાં આદર્યાં અધૂરાં રહેલાં પૂરાં થવાનો અને ગુજરાતના ભવિષ્યનો આધાર છે.

ગાયકવાઅડ મહારાજ એક મહાન હિન્દી છે, અને હિન્દમાં ઘૂમાઘૂમ કરતી સર્વે વિચારવાદલીઓની રમણા ધ્યાનથી નિહાળે છે ને ત્‍હેમની જલવર્ષા યે ઝીલે છે. ના. આગાખાન જેવા તો નહિં, પણ કંઈક દરજ્જે સર્વ સુશિક્ષિત પ્રજાઓના પ્રજાજન જેવા છે, જગતમાં પ્રકાશતી વિચારશક્તિઓનાં જન્મ વિકાસ ને પ્રેરણાના ઉન્નતિક્રમનો અભ્યાસ સદા રાખે છે. છતાં મહારાજ ગાયકવાડ કે ગાયકવાડનું રાજકુટુંબ હજી ગુજરાતી નથી. જાપાનમાં જાપાની પોશાકમાં શોભતી મહારાજની છબી નીરખી છે, પણ ગુજરાતમાં ગુજરાતી પોશાકધારી ગુર્જરનરેશની છબી હોય તો નીરખી નથી. મહારાણીજી જમનાબાઈ સાહેબના દત્તક પુત્રરત્ન હજી ગુર્જર દેશના યે દત્તક પુત્ર જ છે. ગુર્જર ભાષાની સર્વોત્તમ નવલકથા છપાયે લગભગ પા સદી વીતી ગઈ છે, પણ ત્રણ ચાર વર્ષ ઉપર સુધી તો મહારાજે તે વાંચી ન હતી. ગાયકવાડનું રાજકુટુંબ ગુજરાતમાં આવી વસ્યે લગભગ બે સૈકા થયા, પણ પારસીઓની પેઠે ત્‍હેમની કુટુંબભાષા ગુજરાતી થઈ નથી. મહારાજનું કે રાજકુટુંબનું ગુર્જર સાહિત્યનું વાંચન વિશાલ નહીં હોય. એવો યે સમય હતો જ્ય્હારે મણિલાલ, બાલાશંકર, મણિશંકર, ગજ્જર જેવા ગુર્જર સાક્ષરો વડોદરાને શોભાવતા. હાલ વડોદરાને