પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૬૫
 

ને માથે મેઘ ડોલે:
અતલ ગગનમાં ઉડતો પાંખ ખોલી.

૩.

દીવાદાંડી સરીખા
જગઉદધિતટે દક્ષિણે સોમનાથ,
સહજાનન્દે પધારી
પમરતું કીધ તે ઉત્તરે લોજ લીલું ;
ગોરંભો ઘાલી ફેલ્યાં
ગીરવન ગરવાં પૂર્વમાં પાણીભરિયાં,
ઘેરૂં ઘેરું જ ગાતો
રતન ઉછળતો, પશ્ચિમે લક્ષ્મીતાત.

૪.

દેવોને અસ્થિ આપી
દધિચિ ઋષિ ત્ય્હાં વિરમ્યા વિષ્ણુવેલે,
પોષેલી સોમદેવે
વનની વિભૂતિ ત્ય્હાં ધામ ધન્વન્તરિનાં,
ચૉરી ત્ય્હાં રુક્‍મણિની
હજી ધ્રુવદિશના પાઠવે લગ્નધૂપ;
દક્ષિણ વાયુ વહે છે
હજી ય ગરજતા ઘોર ત્ય્હાં યાદવીના.

૫.

ઉંચાં જાણે ચ્‍હડીને
ગઢની ઉપરથી યાત્રી આમન્ત્રતાં, ને
ઉજળાં જાણે જનોનાં
હૃદયધન તણી પુણ્યજ્યોતે રસેલાં,