પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
ચિત્રદર્શનો
 

માથે ધરી અંજલિ શી
અમૃત ગગનનાં ઝીલતી જ્ય્હાં અગાસી,
એવાં નભ ને અટારી
ઉદધિ નિરખતાં ધામ આતિથ્યશોભ્યાં.

૬.

રૂપેરી ઝૂલ ધારી
ઝૂલત કરિણી આમ્રની માળ મ્હોરે,
ડોલન્તી વસ્ત્ર ઉંચી
કનકપગખૂલી નર્તકી જેવી કેળો,
પોપૈયાં ચોળીઢળતાં
સ્તનસમ, દૃગની કીકી શાં શ્યામ જાંબુ:
ટોળે જાણે મળી શું
સહિયર રમવા, વાડીની એવી કુંજો.

૭.

બ્રહ્માએ સ્થંભ રોપ્યા
અજબ લીલમના ચૉરી થંભો સમા, ત્ય્હાં
લીલા કિનખાબ કેડી
હરિત લલિત કંઈ સાડીઓ પ્‍હેરી-ઓઢી,
ડોલે છેડા સુનેરી,
કુંપળ ફરકતી અંગ અંગે રસીલી,
ઉત્કંઠી ઉન્મુખી ત્ય્હાં
મનહર મધુરી તન્વી શી પાનવેલો.

૮.

ઘાઘરના ઘેર જેવી
ઉજળી ઉછળતી ફીણની ઝાલરો, ને