પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
ચિત્રદર્શનો
 

૧૧.

ચારે ધામે પધારી,
વિવિધ સુરભિઓ સંગ્રહી, પુણ્ય આણી,
વતને સત્કર્મ વાવી,
ઘરઘર ઉગતો ફાલ સત્કર્મ કેરા,
સંસારે અવર્ગ રચતો,
અજબ ઉછળતો પ્રાન્તની પ્રેરણા શો,
નામે-ગુણે નિધિના
અમૃત સરિખડો દૈવી પઢિયાર છે ત્ય્હાં.

૧૨.

સંકોરી ઇન્દ્રિયો સૌ,
શરદસર શો, ગુણગભીરો ખુશાલ,
પન્થે ભૂલ્યા પ્રવાસી
મમ ભવ ભમતો, સિંહ શો, પૂર્વદેશી,
વેદાન્તી, કર્મયોગી,
કંઈક ભજનિકો, ભૂમિના પુત્ર દેવો,
એવા અડબંગ ઉડે
જગજલ ઘૂમતા ત્ય્હાં, મહામચ્છ જેવા.

૧૩.

વેર્યાં જ્ય્હાં ઠામઠામે
કનક નગરીનાં વૃદ્ધ ખંડેર ફરતાં,
વૃક્ષ વેલે ફૂલે જ્ય્હાં
પ્રકૃતિ ઉરપરે કોકિલા મોર ઝૂલે,
મ્હોરે જ્ય્હાં ધામ ધામે
જનની સુજનતા, સુન્દરીના સુહાગો: