પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૬૯
 

ઇતિહાસે બીજ વાવ્યાં,
કુદરત ઉછર્યાં, ફાલ લોકે લણ્યા તે.

૧૪.

પુણ્યો પુણ્યાળુનાં શી
પૃથિવી ભરી ખીલતી જ્ય્હાં વનશ્રી,
રસિકોનાં ઉર જેવી,
સલિલ ઉભરતી, રસભરી જ્ય્હાં રસાળા,
રસની ને પુણ્યની જ્ય્હાં
ભૂમિ ગણી ઉતરી આવી તે, ચારુ વાડી !
ખોળે લેજે પ્રીતે આ
રસ અમરની મ્હેં ધૂળરોળી શી ગંગા.

૧૫.

ઝીલીને ભાનુનાં ભર્ગ
આપે ચન્દ્ર ય ચન્દ્રિકા;
ચન્દ્ર કય્હાં ? અલ્પ હું કય્હાં ? ને
ભાનુ કાલિદાસ કય્હાં ?