પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
ચિત્રદર્શનો
 

પણ બન્ધુ ! માર્ગ તો એ જ.
મન્દવાડ ન હોય તો, વીરજી !
સ્નેહ અણમૂલવ્યાં રહે.
એ તો ભવ્ય પરમાર્થનાં ભુવનો,
બન્ધુસેવાર્થે રચેલાં માનવીનાં મન્દિરો.
સ્નેહીઓના સ્નેહની યુનિવ્હર્સિટિ :
સ્નેહનાં દુઃખ ધૈર્ય શક્તિપ્રભાવ
પ્રગટવાં, પ્રફુલ્લવાં,-અને રડવવાં,
સઉ આ ભૂતદયાનાં ઉદ્યાનોમાં થાય છે.
સુખની નહીં, પણ સ્નેહની આ વેદી.
ત્‍હમારા જીવનયજ્ઞમાં પણ
સ્નેહે અહીં જ સુખનો બલિ દીધો.
સ્નેહવ્રત તપતાં અનેક તપસી
આ પ્રાસાદોમાં પ્રવર્તે છે.
ભ્રાતૃભાવનો આ બાગ છે, વીરા !
-ત્‍હમે તો તે જાણો છો જ.
એ જ-એ જ શ્રેયસ્કર માર્ગ :
બન્ધુતામાં થઈ પ્રભુતામાં.

નગરના દરવાજામાં થઈ—
હા ! વિશ્વનગરીનો દરવાજો પણ
ત્‍હમે નિરન્તરનો ઓળંગ્યો.
પણ ભાઈ ! એ જ માર્ગ :
અવનિ મૂકી આત્મભૂમિમાં,