પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૭૫
 

બ્રહ્માંડ ઓળંગી બ્રહ્મમાં.
પિતા એ જ માર્ગે ગયા છે,
સંસાર તજી સ્વર્ગમાં.
પૂર્વાકાશની પાછળ સૂર્ય હતો,
અને પશ્ચિમાકાશની પાછળ
વસન્ત પાલવ સંકોરતી :
પૃથ્વી ઉતારી પ્રાણપ્રદેશમાં,
પરાગવતી સુમનસેજમાંથી
નિર્મળા સાત્ત્વિક સૌન્દર્યમાં.
પિતા મ્હને માર્ગનો પરિચિત કરતા,
વંજુશય્યા આગળ મ્હને ચલાવતા.
જગત ન જોતી ત્‍હેમની આંખલડી
આ પન્થ નિરન્તર નિહાળતી.
પ્રપંચમાં આપણે એમને દોરતા,
પણ પ્રભુ પન્થે આપણા એ નિયન્તા હતા:
સદ્‍ભાવ પાડતાં એમનાં તો પગલાં
આ માર્ગે જ વળેલાં હતાં.
વીરા ! મ્હારૂં સ્મરણ સતેજ છે-
હજી તો ત્રણેક વર્ષ માંડ થયાં છે-
એ જ માર્ગ, એ જ સત્ય માર્ગ,
ત્‍હમે ડગલાં ભરો છો એ જ મહામાર્ગ.
નગર છોડી વનાઅંગણે,
વિશ્વ ત્યાગી વિશાળા વ્યોમમાં :
પિતાને જ ડગલે ડગલે, બન્ધુ !