પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
ચિત્રદર્શનો
 

જગજ્જનો જાણવા ઈચ્છે છે,
મૃત્યુના પડદા પાછળ જોવા વાંચ્છે છે.
મ્હેં તો વચ્નામૃત પીધું છે કે
न हि कल्याणकृत अश्चित्‍
दुर्गति तात ! गच्छन्ति.
કંઈ કંઈનાં કલ્યાણ કીધાં છે.
પ્રાણધન ખર્ચી પ્રાણ ઉદ્ધાર્યા છે,
તે કલ્યાણ જ પામ્યા છો.
જ્ય્હાં વિહરો છો ત્ય્હાં,
સંસારમુક્ત તે સદ્‍ગતિમાં;
પુણ્યધામે આનન્દમૂર્તિ છો.


ગુરુરાજ ! મોહન એ મચ્છુનો કાંઠો,
ને હેતાળ એ મોરબીની વસ્તી !
કાળમીટના વજ્રતટની એ વેરાન ભવ્યતા
ને લોકસંઘના સદ્‍ભાવની એ કુમાશ !
દેવ ને મનુદેવ જ્ય્હાં લીલા કરે
તે તીર્થ, ને અન્ય અતીર્થ.
ગુરુદેવ ! પુણ્યપગલાંથી આપે,
ને સાધુકવિ વેદમૂર્તિ મહર્ષિ
બ્રહ્મસભાના બ્રહ્મરત્ન શંકરલાલજીએ,
એ અતીર્થને તીર્થ કીધાં અમ માટે.
ગંગા અને ગંગાના તટવાસી જેવાં
સ્મરણમાં રમે છે એ સહુ.