પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
ચિત્રદર્શનો
 

સૂર્યનું કિરણ સપ્તરંગે ઉઘડે,
ને સાતે રંગ પાછા સંકેલાઈ
એકજ્યોત શ્વેત કિરણ સોહાય :
ત્‍હમારા જીવનનું કિરણ પણ તેમ
સંસારમાં અનેક રંગ ઉઘડ્યું,
ને ઉઘડી, પ્રફુલ્લી, ઝહળ ઝળકી,
અન્તે એકજ્યોત સંકેલાઈ,
ધવલ રંગે ધર્મમાં આથમ્યું,
ને સૂક્ષ્મ અંશ અક્ષરચરણે વિરામ્યો.
જય એ ત્‍હમારો, ગુરુદેવ !
જગત જીત્યા, ને પછી એ જીવ્યા.


પૃથ્વીને આરા છે,
ને પૃથ્વીમાંની ઉત્ક્રાન્તિને યે આરા છે.
એ પછીના ઉત્ક્રાન્તિમાર્ગ
અવકાશને સ્‍હામે તીરે છે;
ને મૃત્યુની નદીનાં અન્ધારકાળાં નીર
વચમાં ઘેરાં ઘેરાં વહે છે.
એ વારિ તરી ઉતરતાં
મનુષ્યનાં માટીનાં માળખાં
ઓગળી જાય છે, દેવ !
ત્‍હમે પૃથ્વીના પોશાક ઉતાર્યા,
ત્‍હમે ચેતનના વાઘા સજ્યા,
ત્‍હમે તેજની પાંખો પ્રસારી ઉડ્યા