પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
ચિત્રદર્શનો
 

એ ઉત્ક્રાન્તિના અગોચર પન્થે.
ઊર્ધ્વગામીનું જવું યે ધન્ય છે,
અધોગામીનું જીવવું યે ધૂળ છે.
જગત્‍ યાત્રામાં જીવન ને મૃત્યુ
ઉભય ત્‍હમે ધન્ય કર્યાં.

ટૂંકી આયુષ્યની અવધો ત્‍હમારી,
પણ લાંબા ઉરનાં સંભારણાં અમારાં.
સૂર્ય કરતાં સૂર્યપ્રકાશ વિસ્તીર્ણ છે,
પુષ્પ કરતાં પુષ્પના પરિમળ બ્‍હોળા છે :
પ્રકાશવન્ત ને પરાગમય આયુષ્ય કરતાં યે
એ આયુષ્યનાં સ્મરણ સુગન્ધ દીર્ઘજીવી છે.

यस्मान्नोद्विजते लोको
लोकान्नोद्विजते च यः
કોઈને દૂભાવ્યા નથી,
કોઈથી દૂભાયા નથી :
વડવાનળની મહાજ્વાલાઓ, દેવ !
જો કે ઘણી યે સળગાવેલૂ મ્હેં તો,
પણ દિલનો દરિયો ડહોળાયો નથી.
સહુને બધું ક્ષમા કરતાં જ
સંચર્યા છો સંસારના તીર્થમાં.

આપણો પ્રસંગ શું આલેખું ?
નથી વીસર્યો ને નહીં વીસરાય,