પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
ચિત્રદર્શનો
 

સ્મરણમાંથી નહીં સરી જાય
એ આપેલું જીવતદાન.
ખરાબે લાધતી મ્હારી નૌકાને
વાળી વ્હેણમાં મૂકી,
એ નાખુદો ભૂલશે કદી ?
ગગનના તારકલેખ ભૂંસાશે ?
કે ભૂંસાય એ હઈયાના લેખ ?

ગુરુદેવ ! નમોનમ :
બે વાર શરણે આવ્યો, ને તર્યો.
ત્રીજી વાર પુણ્યનામાવશેષ
અહીં લખું છું અધૂરે અક્ષરે.
લોકકવિતા કહેછે કે
રામનામે પત્થર તર્યા :
તો કાશીરામને નામે
અ પત્થરે તરશેસ્તો.
ત્ય્હાંથી યે ઉદ્‍બોધજો મુજ બુદ્ધિને,
ને પ્રેરણાનાં પીયૂષ પાઠવજો, દેવ !
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्.