પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૧૪)

સૌરાષ્ટ્રનો સાધુ

સૌ

રાષ્ટ્રીઓ ! સહુ સુણજો,
સોરઠ સાધુસૂનો થતો જાય છે.


ને એ સાધુ યે ગયો
સાન્ત તજી અક્ષારમાં.
એ ગયો અવનિમાંથી ઉપર,
ને ચાલ્યે જ જાય છે એમની એમ
જગતની આ ઘટમાળ

શૃંગાળા ગિરનારનાં શિખરો
હવે સૂના સરીખડાં છે.
એ મુગટોમાં મણિઓ નથી.

ત્‍હેની પ્રિય ટેકરીઓને ખોળે
તે પોઢ્યો મૃત્યુસમાધિમાં;
ત્‍હેનાં પ્રિય સાગરજલમાં
ઠરી ત્‍હેની દેહભસ્મ.