પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
ચિત્રદર્શનો
 

મ્હારે તો હતી
પંદર વર્ષની પિછાન એ સાધુજનની,
પણ તે પંદર તિથિઓના જેવી,
દિને દિને ઓર ઉઘડતી
એ અમૃતની ચન્દ્રકલા.
પૂર્ણિમા પ્રકાશી એ સુધાકરની,
ને કૃષ્ણ પક્ષ બેઠો પછી.

અમે એને બાપજી કહેતા.
એની ફૂંકથી દુઃખ ફીટતાં,
એના અડકવાથી રોગ મટતા,
સચ્ચિદાનન્દના એના જયધ્વનિ હતા.
ઓમ્‍નો શંખનાદ ગજવતો તે આવતો,
ઉમંગ ને ઉત્સાહના પ્યાલા પાતો,
આણેલા અવનવા આદેશ સુણાવતો,
ને સર્વસ્વ મૂકી ભાગતો.
રોક્યો કદ્દી યે રોકાયો નથી
છેલ્લી ઘડી સુધી તે
એ તો ભવનો ભાગેડુ હતો.
વડીલે લગ્ન મુહૂર્ત લીધાં
તો જઈ બેઠો ગંગાને કાંઠડે
કાશીવિશ્વેશ્વરના વિશ્વવિખ્યાત ચોકમાં.
ઘાટના સંન્યાસીઓ કનેથી
સંન્યાસની ભાંગ પીધી,