લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેનું તારણ લેતાં હતાં, મોટી સભાઓ ભરાય તેમાં કોઈ કોઈ વેળા પોતાના ખબરપત્રીયો મોકલતા અને તેમ ન થાય તો જે રિપોર્ટ અમે ઘડી મોકલીએ તે ટૂંકો હોય તે છાપી નાખતાં.

આ પ્રકારનો વિવેક કોને ઘણો ઉપયોગી થઈ પડયો અને હિલચાલ વધતાં કેટલાક ગોરાઓને પણ તેમાં રસ આવવા લાગ્યો. અાવા આગેવાન ગોરાઓમા જોહાનિસબર્ગના એક લક્ષાધિપતિ મિ. હૉસ્કિન હતા. એમનામાં રંગદ્વેષ તો પ્રથમથી જ નહોતો. પણ હિલચાલ શરૂ થયા પછી હિંદી સવાલમાં તેમણે વધારે રસ લીધો. જર્મિસ્ટન નામે એક જોહાનિસબર્ગના પરા જેવું શહેર છે. ત્યાંના ગોરાઓએ મને સાંભળવાની ઈચ્છા બતાવી. સભા ભરાઈ. મિ. હૉસ્કિન પ્રમુખ થયા અને મેં ભાષણ કર્યું. તેમાં મિ. હૉસ્કિને હિલચાલની અને મારી ઓળખાણ કરાવતાં જણાવ્યું, "ટ્રાન્સવાલના હિંદીઓએ, ન્યાય મેળવવા સારુ, બીજા ઉપાયો નિષ્ફળ જતાં, પેસિવ રિઝિસ્ટન્સ અખત્યાર કરેલો છે. તેઓને મતનો અધિકાર નથી. તેઓની સંખ્યા ઓછી છે. તેઓ નબળા છે. તેઓની પાસે હથિયાર નથી. તેથી પેસિવ રિઝિસ્ટન્સ, જે નબળાનું હથિયાર છે, એ તેઓએ ગ્રહણ કર્યું છે." આ સાંભળીને હું ચમકયો, અને જે ભાષણ કરવાને હું ગયો હતો તેણે જુદું જ સ્વરૂપ પકડયું અને ત્યાં મિ. હૉસ્કિનની દલીલનો વિરોધ કરતાં મેં પેસિવ રિઝિસ્ટન્સને “સોલ ફોર્સ” એટલે આત્મબળને નામે ઓળખાવ્યું. એ સભામાં હું જોઈ શકયો કે પેસિવ રિઝિસ્ટન્સના શબ્દના ઉપયોગથી ભયંકર ગેરસમજ થવાનો સંભવ છે. એ સભામાં વપરાયેલી દલીલ અને ભેદ સમજાવવાને સારુ જે વિશેષ કહેવાની જરૂર છે તેની મેળવણી કરીને બન્ને વચ્ચે રહેલો વિરોધ સમજાવવાનો હું પ્રયત્ન કરીશ.

“પેસિવ રિઝિસ્ટન્સ' એ બે શબ્દોનો ઉપયોગ પ્રથમ અંગ્રેજી ભાષામાં ક્યારે થયો અને કોણે કર્યો એનો તો મને ખ્યાલ નથી. પણ એ વસ્તુનો ઉપયોગ અંગ્રેજી પ્રજામાં જ્યારે જ્યારે એક નાના સમાજને કોઈ કાયદા પસંદ નથી પડ્યા ત્યારે ત્યારે તે કાયદાની સામે બંડ કરવાને બદલે તેણે કાયદાને શરણ ન થવાનું પેસિવ એટલે હળવું પગલું ભર્યું છે અને તેને પરિણામે સજા થાય તે ભોગવી લેવાનું